મોરબી સીપીઆઇ કચેરી પોલીસ ટીમ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાયેલ લગ્નની લાલચે અપહરણ કેસના ગુનાનો ચાર માસથી વોન્ટેડ આરોપી કે જે રાજકોટ જીલ્લાના મેટોડા ખાતે હોવાની પૂર્વ બાતમીને આધારે આરોપીને ઝડપી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા(મી) પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ટીમને ખાનગીરાહે માહીતી મળેલ હતી કે, માળીયા મીં પોલીસ મથકમાં નોંધાયેલ પો.સ્ટે. એ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના ગુનાનો પોકસો એકટ હેઠળ નોંધાયેલ ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા રાજકોટ જીલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાં કામ કરતો હોવાની બાતમી મળેલ હોય. જેથી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા ઉવ-૨૪ રહે-ચાચાવદરડા તા.માળીયા(મીં) વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સર્કલ પીઆઇ કચેરી ખાતે લાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર સફળ કામગીરીમાં મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા, એ.એસ.આઈ. સુરેશભાઈ આર.ચાવડા, પો.હેડ કોન્સ. અરવિંદસિંહ ડી. પરમાર, પો.કોન્સ. નીલોફરબેન યુ.અબ્દાન, પો. કોન્સ. કૌશિકભાઈ બી.મણવર, પો.કોન્સ. મહેશભાઈ આર.ચાવડા જોડાયેલ હતા.