Thursday, May 16, 2024
HomeGujaratમોરબીના મદીના પેલેસના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબીના મદીના પેલેસના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર મદીના પેલેસ નામના એપાર્ટમેન્ટમાં દરોડો પાડી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૬ નંગ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જયારે દરોડા દરમિયાન અન્ય એક આરોપી નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ આર.પી.રાણા, પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસીંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબી અયોધ્યાપુરી રોડ મદીના પેલેસના પાર્કીગમા રેઇડ કરતા વિદેશી દારૂની ગ્રીન લેબલની ૧૨ બોટલ તથા મેકડોવેલ્સ વ્હિસ્કીની ૮૪ બોટલ એમ કુલ ૯૬ નંગ બોટલ કિ.રૂ.૩૬,૯૬૦/-ના મુદામાલ સાથે આરોપી મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા ઉવ.૨૧ રહે.મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડને દબોચી લેવામાં આવ્યો છે જયારે દરોડા દરમિયાન આરોપી સલીમ જુસબભાઇ કટીયા રહે.મોરબી મચ્છપીઠ ઇદગાહ રોડ નાસી ભાગી જતા તેને ફરાર દર્શાવી વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!