મોરબી પરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઢૂવા-માટેલ રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પડકાયેલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી સહીત રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ તેમજ ભય મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે અગાઉના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અનુસંધાને મોરબી એસઓજી ટીમ, ક્રાઇમ બ્રાંચ તેમજ પેરોલ ફર્લો સ્કવોડ પ્રયત્નશીલ હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ જિજ્ઞાસાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા તથા હેડ કોન્સે.જયેશભાઇ વાઘેલાને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાકાંનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી શાહીદ શેરમહોમદ મેઉ(હરીયાણા) વાળો હાલે ઢુવા-માટેલ રોડ રોલસ્ટાર ગ્રેનીટો સીરામીકના કારખાનામાં આવેલ હોવાની ચોકકસ બાતમીને આધારે રોલસ્ટાર ફેક્ટરીમાં તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી શાહીદ શેરમહોમદ મેઉ ઉવ.૩૨ રહે.ભુંડવાસ તા.ફીરોજપુર જી.નુહ (હરીયાણા)વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી તપાસ અર્થે વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં મોરબી એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ વી.એન.પરમાર તથા મોરબી પેરોલ ફર્લો સ્ટાફ જોડાયેલ હતા