મોરબી સહિત સમગ્ર દેશમાં હાલમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાની અને પરીવારની જિંદગી બરબાદ કરી રહયા છે ત્યારે આ ડ્રગ્સના દુષણ ને ડામવા માટે પોલીસ ડ્રગ્સ ઘુસાડનાર તત્વો ને ઝડપી લેવામાટે સતત કાર્યરત તો છે જ પરંતુ આ ડ્રગ્સનું સેવન ન કરવું જોઈએ એ વાત યુવાનો ને પણ સમજાવવી એટલી જ જરૂરી બની છે.
જેથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીની આર્ટ્સ કોલેજ અને રાંદલ વિદ્યાલય મા આજે એન્ટી ડ્રગ્સ સેમિનાર યોજીને વિદ્યાર્થીઓ ને ડ્રગ્સ સેવનથી થતા આર્થિક સામાજિક અને માનસિક નુકશાન વિશે સમજૂતી આપવામાં આવી હતી તથા આ ડ્રગ્સના દુષણથી કઈ રીતે ભવિષ્ય અંધકારમય બની જાય છે તે વિશે પણ યુવાનોને શીખ આપવામાં આવી હતી જેમાં આ મોરબી એસઓજી પીઆઇ જે એમ આલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિસ્તારપૂર્વક સમજૂતી આપવામાં આવી હતી.