Friday, April 19, 2024
HomeGujaratટંકારાની ખીજડિયા ચોકડી પાસેથી કારમાં દેશી દારૂની હેરફેર કરતો એક શખ્સ ઝડપાયો:હળવદમાંથી...

ટંકારાની ખીજડિયા ચોકડી પાસેથી કારમાં દેશી દારૂની હેરફેર કરતો એક શખ્સ ઝડપાયો:હળવદમાંથી ભઠ્ઠી ઝડપાઇ

મોરબી પોલીસ દ્વારા દેશી દારૂનો વેપલો કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે .

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ટંકારા હાઇવે પર આવેલ ખીજડિયા ચોકડી પાસેથી પોલીસે બાતમીને આધારે સ્વીફ્ટ કાર નં. GJ 03 CE 2333 ને રોકો તલાશી લેતા સીટ તેમજ ડેકીમાંથી દેશી દારૂ ૨૦૦ લીટર જેની કી. રૂ. ૪૦૦૦ અને એક કાર જેની કી. રૂ.૨,૦૦,૦૦૦ સાથે આરોપી ક્રિપાલ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૨૧ રહે.જારીયા તા.જી.રાજકોટ ) વાળાને ઝડપી પાડી ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકાના કિડી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

હળવદ તાલુકાના કીડી ગામની સીમમાં ખરી નદીના પટ માં દરોડો પાડીને હળવદ પોલીસે આરોપી ગોપાલભાઈ અવચરભાઈ ઉઘરેજા (ઉ.વ.૩૦ રહે.જુના કીડી તા.હળવદ )વાળાને દારૂ બનાવવાનો ઠંડો આથો ૫૫૦ લીટર જેની કુલ કી.રૂ.૧૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!