Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં સિવિલ એંજીનિયરની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપાયું

મોરબીમાં સિવિલ એંજીનિયરની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપાયું

ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એંજીનિયર અંતર્ગત સિવિલ એંજીનિયરની નોંધણી માટેની રેજીસ્ટ્રેશનની પ્રક્રિયાને હાલ મુલતવી રાખવા અને રજીસ્ટ્રેશન તથા રીઅલ પ્રક્રિયા સરળ બનાવવાની માંગ સાથે એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયર મોરબી દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એંજીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એંજીનિયર્સને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે આવી કોઇ કાઉન્સીલ – રેગ્યુલેટરી ઓથોરિટી હોવી જ જોઈએ , તે જરૂરી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા પૂરા દેશના એંજીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહ્યા છે. જેના માટે એંજીનિયર્સ દ્વારા માંગ પણ હતી તે દિશામાં સરકારે સરાહનિય પગલું ભરેલ છે. જ્યારે ઓલ – ઇન્ડિયા લેવલ બધા જ એંજીનિયર્સ એક જ એક્ટ નીચે કામ કરનારા છે ત્યારે ગુજરાત પૂરતું અલગ કાઉન્સીલની રચના અને તેના નિયમો વગેરે બધી જ પ્રક્રિયા અમુક સમય પછી વ્યર્થ જસે એવું જણાય છે આથી જો વિકલ્પે ગુજરાત સરકાર રાજ્ય લેવેલે કાઉન્સીલ અંતર્ગતની પ્રક્રિય આગળ વધારવા માંગતી હોય તેમાં કોઈ તકરાર નથી, પરંતુ આ કાઉન્સીલ હેઠળ રેજીસ્ટ્રેશન મેળવવા માટે છેલ્લા પંદર વર્ષમાં કામ કર્યાના પૂફ રજૂ કરવાના છે ,જે અશક્ય છે.

વધુમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ ખૂબ જ અટપટી હોવાના કારણે વર્ષ ૨૦૧૮ થી આજ સુધીમાં ફક્ત ૫૬ એજીનિયરો એ જ રેજીસ્ટ્રેશન કરાવેલ છે, જે દરેક વર્ષે રીન્યુઅલની પ્રક્રિયા પણ ખૂબ જ અટપટી છે. ઘણા વર્ષો પહેલા ડિગ્રી મેળવ્યા બાદ ફરીથી પરિક્ષામાં બેસવું ઉપરાંત ગુજરાત સરકારે આખી પ્રક્રિયા R & B વિભાગને સોપેલ છે , તે તુરંત જ સ્થગિત કરી પ્રોફેશનલ સિવિલ એંજીનિયર્સ ના સંગઠનને સોંપવી જોઈએ અને રેજીસ્ટ્રેશન ફી ૧૮,૦૦૦ તથા પરીક્ષા ફી ૫,૦૦૦ / લપરવડે તેવી નથી.ઓથોરિટીના છેલ્લા લાઇસન્સને પ્રોફેશનલ વર્કનું પૂફ ગણવું જોઈએ. જે લોકોને અગાઉના GDCR, CGDCR કે મ્યુનિસિપાલિટી એક્ટ પ્રમાણે લાયસન્સ ધરાવતા હોય તેમણે સીધા જ GCCE રજિસ્ટર્ડ કરી આપવા જોઈએ. જો આ પ્રશ્નો ઉકેલ નહિ આવે તો એસોસિએશન દ્વારા ન છૂટકે પ્રેક્ટીસ બંધ કરી આદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!