Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં દારૂ, બિયરના જથ્થા સાથે બે ઈસમો પકડાયા

મોરબીમાં દારૂ, બિયરના જથ્થા સાથે બે ઈસમો પકડાયા

મોરબી તાલુકા પોલીસે દારૂ અંગે બે સ્થળોએ દરોડા પાડી દારૂ બિયરના જથ્થા સાથે નીકળેલ બે ઇસમોને પકડી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બંધુનગર ગામેં આવેલ ઈટાલકા સીરામીક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા
ઇસમને અટકાવી પોલીસે તલાશી લીધી હતી આ દરમિયાન આરોપી રહીમભાઈ ઉર્ફે રજાક હાજીભાઈ ચીચોદરા (રહે. વાવડી રોડ ક્રીષ્નાપાર્ક-બી મકાન નં-૮ તા-જી મોરબી) ના કબજામાંથી ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ની ૧૮૭૫ની કિંમતની ૫ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દારૂ અંગેના અન્ય એક દરોડામાં મોરબી તાલુકા પોલીસે આરોપી વૈકેટેશન બલ્લુસ્વામી ચટીયાર (ઉવ-૩૩ રહે. હાલ નવા જાંબુડીયા વાડીનાથ કોમ્પલેક્ષ તા-જી મોરબી)ને બંધુનગર ગામના બસ સ્ટેન્ડ પાસે થી કિંગફીશર સુપર સ્ટ્રોગ પ્રિમીયમ બીયરના ટીન નંગ-૩ કિં.રૂ.૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!