માળિયા તાલુકાના નવલખી બંદરથી ઘાટીલા રણ સુધીના દરિયાઈ કિનારા પર થયેલા ગેરકાયદેસર પેશકદમી દુર કરી સાગર ખેડૂતો અને અગરિયાઓના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા માળિયાના સામાજિક કાર્યકર કાસમ સુમરાએ જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ન્યુ નવલખી જુમાંવાડી, લવણપુર સહિતના વિસ્તારોને ગ્રામ પંચાયતનો દરજ્જો અથવા ગ્રામ પંચાયતમાં સમાવેશ કરો નવલખીથી ઘાટીલા દરિયાઈ પાણી ગામડામાં ના આવે તે માટે બનાવેલ દરિયાઈ માટીના પારા તોડીને મીઠાના ગેરકાયદેસર અગરો ઉભા કરેલ છે જેનાથી વાવાઝોડા કે પુર જેવી સ્થિતિમાં દરિયાઈ પાણી ગામડાઓમાં તારાજી સર્જી સકે છે અને માનવ જીવનના અસ્તિત્વ પર ખતરો મંડાઈ રહ્યો છે દરિયાઈ પટ્ટી પર આવેલ ગામડાઓને રોજી રોતી માટે દશ એકર જમીન માંગણીઓ હોય તેને પ્રાથમિકતા આપીને દશ એકર જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. બગસરા ગામે વાહનમાંથી મીઠું રસ્તાઓ પર વેરવામાં આવે છે જેથી ફળદ્રુપ જમીનની ગુણવત્તાને નુકશાન થાય છે હંજીયાસરથી જતી દરિયાઈ ક્રિક મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો દ્વારા ગેરકાયદેસર પેશકદમી કરીને દરિયાઈ ક્રિક બંધ કરીને માટીના મસમોટા પારાં ખડકી દીધા છે જેથી અંદાજીત છત્રીસ કિલોમીટર જેવી દરિયાઈ પટ્ટીનું બુરાણ થઇ ગયેલ છે જે વિવિધ પ્રશ્નો અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. માંગ ના સંતોષાય તો ઉપવાસ આંદોલન અને ગામડે ગામડે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.