Wednesday, October 2, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રકની હડફેટે બાઈક ચાલક વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રકની હડફેટે બાઈક ચાલક વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું

મોરબીના ટીંબડી પાટીયા પાસે માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં પુરપાટ ગતિએ જતા ટ્રકે બાઇકને સાઇડથી ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગત તા.૧૬/૦૫ના રોજ સવારના ૬ વાગ્યાના અરસામાં મોરબીના જુના નાગડાવાસના રહેવાસી મેણંદભાઇ રવાભાઇ કુવાડીયા ઉવ ૬૭ વાળા પોતાનુ સીડી ડિલક્ષ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૬-ડીઈ-૯૫૯૩વાળુ લઇને જતા હોય ત્યારે પુરપાટ ગતિએ તેમજ ગફલતભરી રીતે ચલાવી ટ્રક રજી નં જીજે-૩૬-વી-૯૯૨૪ના ચાલકે બાઇકને સાઇડથી હડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં બાઈક ઉપરથી નીચે પડતા મેણંદભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. જયારે અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે મૃતકના પુત્ર નારણભાઇ મેણંદભાઇ કુવાડીયા ઉવ ૪૪ દ્વારા સમગ્ર અકસ્માતના બનાવ મામલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!