મોરબી માળીયા હાઇવે પર આવેલ રાપી પે નામની શ્રોફ પેઢી કે જે મની ટ્રાન્સફરનું કામ કરે છે તેનો કર્મચારી શૈલેષભાઇ વડસોલા પેઢીના રૂ.૭,૨૪,૫૦૦ જેટલી રોકડ રકમ લઈને મોરબી માળીયા હાઇવે પર જતો હતો તે દરમિયાન સોખડા પાટિયા નજીક લૂંટારૂઓ એ ત્રાટકીને આ રોકડ રકમ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચીને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.