મોરબી પાલિકા પ્રમુખના પતિ સાથે માથાકૂટ બાદ રજા ઉપર ઉતરી ગયેલા કર્મચારીના સ્થાને ચીફ ઓફિસર દ્વારા તાબડતોબ અન્ય કર્મચારીની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમારે પાલિકા કચેરીના જન્મ મરણ વિભાગમાં બેસતા કર્મચારી મહેશભાઈ મહેતા સાથે માથાકૂટ અને ગાળાગાળી કરતા કર્મચારી 10 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે. એક બાજુ સ્ટાફની અછત અને બીજી બાજુ કોરોનાથી થયેલ મોત મામલે મૃતકોના પરિવારજનોને મળતી સહાયનો લાભ લેવા માટે નાગરિકોને ફોર્મની જરૂરિયાત હોય જે નગરપાલિકા કચેરીમાંથી મળતા હોવાથી રજા પર ઉતરી ગયેલા જન્મ મરણ શાખાના કર્મચારીની જગ્યાએ તાત્કાલિક અન્ય કર્મચારી હરીશભાઈ બુચની નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકોને સહાય અંગેના ફોર્મ મેળવવામાં અગવડતા ન પડે તે માટે ચીફ ઓફિસર દવારા કર્મચારી હરીશભાઈ બુચને લેખિત ઓર્ડર કરી કામની સગવડતા ખાતર જન્મ – મરણ વિભાગમાં રજીસ્ટ્રાર તરીકેની કામગીરી કરવા હુકમ કરાયો છે.