ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે 80 વર્ષીય વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં નાના ખિજાડીયા ગામે રહેતા લક્ષ્મીબેન મુળજીભાઈ રાણવા(ઉ.વ.80) નામના વૃદ્ધાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૃતક વૃદ્ધાના ભત્રીજાને પાડોશીઓ મારફત આ બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પોલીસ સ્ટે.માં જાણ કરી હતી. પોલીસે મૃતક મહિલાની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. આત્મહત્યાના આ બનાવની વધુ તપાસ ટંકારા પો.સ્ટે.ના અનઆર્મ સબ ઇન્સ્પેકટર એફ. આઈ. પઠાણ ચલાવી રહ્યા છે.