Saturday, October 5, 2024
HomeGujaratરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહિલા કાર્યકર્તા માટેની ઓનલાઈન બેઠક યોજાઇ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહિલા કાર્યકર્તા માટેની ઓનલાઈન બેઠક યોજાઇ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહિલા સંવર્ગ માટે મોરબી જિલ્લા તરફથી એક ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. માતૃશક્તિની સંગઠનમાં ભૂમિકા આ બાબતે બહેનોને જોડીને બેઠક યોજાઇ ગઈ. આ બેઠકની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કલ્પનાબેન વાઢેરએ કરાવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત જવાબદાર કાર્યકર્તાઓનો પરિચય હિતેશભાઈ ગોપાણી દ્વારા થયેલ. પલ્લવીબેન પટેલ દ્વારા સંગઠનનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર કાજલબેન શીંગાળા નું વક્તવ્ય થયું હતું. તેઓએ માર્ગદર્શન કરતા કહેલું કે શિક્ષણ માં મહિલાઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. સંસ્કૃતિ અને શિક્ષણની જાળવણી સાથે બાળકોનું ઘડતર કરવામાં માતૃશક્તિનો ફાળો અમૂલ્ય છે. બાળકોને શિક્ષણની સાથે જ સાચી માહિતીથી શરૂઆતથી જ માહિતગાર કરવા જોઈએ. મહિલાઓ દ્વારા જ સંગઠનમાં રહીને ઉમદા કાર્ય કરી શકીએ છીએ એ પ્રકારનું માર્ગદર્શન કરવામાં આવેલ.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં અખિલ ભારતીય સચિવ મોહન પુરોહિત જોડાયા હતા. આ ઉપરાંત રાજ્ય મહિલા સંવર્ગ મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, રાજ્ય મંત્રી હેમાંગી બેન પટેલ તેમજ સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી કલ્પનાબેન વાઢેર, રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી અમીબેન પટેલ જોડાયા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લામાં જવાબદાર બહેનો મહિલા ઉપાધ્યક્ષ વીણા બેન, મહિલા મંત્રી કિરણબેન તેમજ વાંકાનેર મહિલા ઉપાધ્યક્ષ લાભુબેન દ્વારા બેઠકને સફળ બનાવવા ખૂબ જ સારો પ્રયાસ કરેલ. બેઠકને અંતે મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. મોરબી જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. અંતે કલ્પનાબેન વાઢેર દ્વારા કલ્યાણમંત્ર કરવી બેઠકને પૂર્ણ કરવામાં આવેલ. સમગ્ર ઓનલાઇન બેઠકનું સંચાલન મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવેલ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!