ગુજરાત રાજ્યમાં નાણાની ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત મની લેંડિંગ એક્ટ-૨૦૧૧ અમલમાં છે. આ કાયદાની કલમ-૩૩ની જોગવાઈઓ અનુસાર આવા ધિરાણ ઉપર લેવામાં આવતા વ્યાજના દર વખતોવખત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકારે નવા વ્યાજ દર અમલમાં મુકેલ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૧૩/૦૧/૨૦૨૧ ના જાહેરનામાથી વ્યાજના મહતમ વાર્ષિક દરો આ મુજબ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તારણવાળી લોન પર (સિક્યોર્ડ લોન) પર વાર્ષિક ૧૨% વ્યાજ તેમજ તારણવગરની લોન (અનસિક્યોર્ડ લોન) પર વાર્ષિક ૧૫% વ્યાજ મુકરર કરવામાં આવ્યું હોવાનું રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયું છે