પોલીસ ઝપટે ચડેલ મોબાઈલ ટાવરની બેટરી ચોર ગેંગ વિરુદ્ધ એક પછી એક ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે વાંકાનેર પંથકમાં આ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ગઈકાલે ૨૪ બેટરી સેલની ચોરી કરાયાની ફરિયાદ સામે આવ્યા બાદ આજે વધુ ૪૮ સેલની ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-લાલપર નજીકના વોડાફોન ટાવર ગૌતમ સિરામીક ખાતે રહેતા અશોકભાઇ પાલજીભાઇ રાઠોડએ આરોપી પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા,કિરણભાઇ કલાભાઇ મકવાણા અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકના ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તિથવા ગામની બહાર જડેશ્વર રોડ ઉપર તથા કોટડા નાયાણી ગામે આવેલ સહદેવસિંહની વાડીપાસે ઇન્ડઝ કંપનીના મોબાઇલ ટાવરને નિશાન બનાવી આ શખ્સોએ ટાવર આઇ.ડી. નં. ૧૨૭૯૪૧૪ માથી કુલ ૪૮ નંગ સેલ કિં.રૂ.૪૮,૦૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા.ઉલ્લેખનીય છે. છે કે આ ત્રિપુટીને અમરેલી પોલીસે ઝડપી લીધાનું સામે આવ્યું છે.