Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના ત્રિકોણબાગ નજીકથી વધુ એક બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના ત્રિકોણબાગ નજીકથી વધુ એક બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર નરેન્દ્ર ટાઈલ્સની બાજુમાં રહેતા કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા ઉવ.૨૩એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે કિરીટભાઈએ ગત તા.૧૭/૦૪ ના રોજ મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ યુનિયન બેંક પાસે પોતાની માલીકીનું હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એડી-૫૧૦૮ પાર્ક કર્યું હતું ત્યારે સાંજના ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ આ મોટરસાયકલની ચોરી કરી લઇ ગયા હતા. ત્યારે કિરીટભાઈ દ્વારા આજુબાજુમાં તપાસ કરતા તેમનું મોટરસાયકલ નહિ મળતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!