Saturday, May 18, 2024
HomeGujaratમોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ટેન્કરની ઠોકરે એકટીવા મોપેડમાં નુકસાની થયાની ફરિયાદ નોંધાઈ

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ટેન્કરની ઠોકરે એકટીવા મોપેડમાં નુકસાની થયાની ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મોરબી-૨ મહેન્દ્રનગર નજીક આવેલ પ્રકૃતિ સોસાયટીમાં રહેતા પરેશભાઇ જેન્તીલાલ કોરડીયા ઉવ.૪૨ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ટેન્કર રજી. નં. જીજે-૩૬-ટી-૧૭૯૬ ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગત તા.૩૦/૦૪ ના રોજ પરેશભાઈ રામધન આશ્રમ પાસે આવેલ પોતાની આર.ઓ પ્લાનની દુકાનેથી પોતાના પ્રકૃતિ સોસાયટીમાં આવેલ ઘરે એકટીવા રજી.નં. જીજે-૩૬-એજી-૧૪૯૪ ઉપર આવતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક સીએનજી પંપ સામેથી રોડ ક્રોસ કરતા હોય ત્યારે ઉપરોક્ત દૂધના ટેન્કર ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ આજુબાજુ જોયા વગર ચલાવી એકટીવાને હડફેટે લીધું હતું. જે અકસ્માતમાં એકટીવા મોપેડમાં અંદાજે રૂ.૩૦ હજાર નુકસાની થયાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી બી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!