Saturday, November 23, 2024
HomeGujaratમોરબીમાં પોલીસના નામે વધુ એક ઓનલાઈન ફ્રોડ, ફેસબુક એકાઉન્ટ હેક કરી છેતરપિંડી...

મોરબીમાં પોલીસના નામે વધુ એક ઓનલાઈન ફ્રોડ, ફેસબુક એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોધાઈ

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કિશોરભાઇ અમરશીભાઇ ભાલોડીયા (ઉ.વ.૫૩, ધંધો. વેપાર, રહે. મોરબી, નવાબસ સ્ટેન્ડ સામે પ્રસંગ એપા્ટમેન્ટ, સ્વસ્તિક સોસાયટી) એ ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ માર્ચના રોજ આરોપીએ પોતાના મોબાઈલ પરથી ફરીયાદીને છેતરપીંડી કરવાના ઇરાદાથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી તથા સાહેદના ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી (OTP) મેળવી આઈ.ડી.હેક કરી પાસવર્ડ રીસેટ કરી વોટસઅપ પ્રોફાઇલ ઉપર ફરીયાદીનો ફોટો રાખી સાહેદ બીનીતભાઇની સાથે મેસેન્જર દ્રારા વાત કરી ઓ.ટી.પી.મેળવી તેના સગા જેનીશભાઇ પંડિત (રહે. રાજકોટ) સાથે મોબાઇલથી વાત કરી તેમની પાસેથી રૂ.૯૦૦૦/- નું ઓનલાઇન પેટીએમ ટ્રાન્જેકશન કરાવી છેતરપીંડી આચરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!