Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી માળિયા વિસ્તારના રૂ.3 કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરીને મંજુર કરાવતાં...

મોરબી માળિયા વિસ્તારના રૂ.3 કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરીને મંજુર કરાવતાં મંત્રી

મોરબી-માળીયા(મી) વિસ્તારના રૂા.૩ કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરીને ધારાસભ્ય તથા મંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરાવ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અને માળીયા(મી) મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળીયા(મી) તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ રૂા.૩ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવાની કામગીરી મંજુર કરાવવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ પુલની કામગીરી થતાં આ રોડ પરથી પસાર થતાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીશ્રીઓ દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી, સાથે સાથે મંત્રી બ્રિજેશ મેરજાની પ્રસંન્નતા કરતાં આભાર વ્યકત કરવામાં આવ્યો. તાજેતરમાં વવાણીયા-વર્ષામેડી રોડનું ખાતમુર્હુત કરેલ છે તે રોડ પર વચ્ચે આવતાં કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ મંજુર કરવામાં આવતાં આ રોડ પર આવતાં બગસરા, ચમનપર, વવાણીયા, લક્ષ્મીવાસના વાહન ચાલકોને નવલખી બંદર જવા-આવવામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!