Friday, December 27, 2024
HomeGujarat૬૧માં રાજયકલા પ્રદર્શનની કલાકૃતિઓ ૨૮ ડિસેમ્બર થી ૩ જાન્યુઆરી સુધી સ્વીકારાશે

૬૧માં રાજયકલા પ્રદર્શનની કલાકૃતિઓ ૨૮ ડિસેમ્બર થી ૩ જાન્યુઆરી સુધી સ્વીકારાશે

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ૬૧મું રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઈન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફિક્સ, વ્યવહારીકકલા, છબીકલા તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી ૬૧માં રાજ્ય કલા સ્પર્ધામાં કલાકારો/કલાનાચાહકો, કલાસંસ્થાના વિદ્યાર્થીઓ, શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦માં ભણતા બાળકો પાસેથી કલાકૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવે છે, હાલ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઈ આ કલાકૃતિઓ આગામી તા.૨૮-ડિસેમ્બર,૨૦૨૦ થી તા.૦૩-જાન્યુઆરી,૨૦૨૧ (રવિવાર સહિત) દરમ્યાન નિયત અરજી પત્રકો સાથે રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ પર જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા બપોરના ૧૨-૦૦ વાગ્યા થી સાંજના ૫-00 વાગ્યા સુધી (રવિવાર સહિત) રૂબરૂ/કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે. ત્યારબાદ કે તે પહેલા મળેલા અરજીપત્રકો/કલાકૃતિઓ સ્વીકારવામાં આવશે નહી. અરજીપત્રકો સંપૂર્ણ વિગતો ભરીને, ક્લાકૃતિઓ સાથે રજુ કરવાના રહેશે. આ સ્પર્ધાનું ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતેથી મેળવી શકશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કોઈપણ કલાકૃતિ/ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ અંગે જરૂરી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના ટેલીફોન નં.૦૭૯-૨૬૪૨૫૫૬૨ પરથી માહિતી મેળવી શકાશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી જિલ્લાની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!