Monday, July 8, 2024
HomeGujaratહળવદના ચાડધ્રા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂની ૧૧૪ બોટલ...

હળવદના ચાડધ્રા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂની ૧૧૪ બોટલ સાથે એકની અટક

હળવદ પોલીસે ચાડધ્રા ગામની સીમમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી આરોપીની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે. બીજીબાજુ દેશી સાથે વિદેશી દારૂની નાની-મોટી ૧૧૪ બોટલ પણ મળી આવી હતી. ત્યારે હળવદ પોલીસે દેશી દારૂ બનાવવાના સાધન સામગ્રી, ગરમ-ઠંડો આથો, દેશી દારૂ સહીત ૨૫,૨૬૦/-ના મુદામાલ સાથે આરોપીની સ્થળ ઉપરથી ધરપકડ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં આવેલ આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણીની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ હતી. હળવદ પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો આશરે ૧૦૦ લિટર ૧૦૦, ઠંડો આથો ૨૩૫૫ લીટર, દેશી દારૂ ૪૫ લિટર, ભઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયું નંગ-૧, ગેસનો બાટલો નંગ-૧ તથા એક ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-૧ સાથે કુલ રૂપિયા ૮,૯૦૦/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશદારૂની White Lace Vodka ના ચપલા નંગ-૯૬ તથા 8 PM SPECIAL RARE WHISKY બોટલો નંગ-૧૨ તથા GREEN LABEL THE RICH BLEND WHISKY બોટલો નંગ-૬ મળી કુલ ૧૬,૩૫૦/- ના મુદામાલ સાથે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણી ઉવ.૨૪ રહે. રાયસંગપર તા.હળવદ હાજર મળી આવતા તેની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે દેશી વિદેશી દારૂનો કુલ રૂ. ૨૫,૨૬૦/-નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!