Saturday, December 28, 2024
HomeGujaratમોરબી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનાં બાટલાઓની કમીને લઈને હોબાળો

મોરબી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનાં બાટલાઓની કમીને લઈને હોબાળો

આજે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીન પટેલે મોરબી ની મુલાકાત લીધી હતી અને પ્રેસ કોન્ફરન્સ યોજી સ્થિતિ કંટ્રોલમાં હોવાનું જણાવ્યું હતું ત્યારે આજે મોરબી સીવીલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલાઓની કમી ને લઈને હોબાળો થતા સરકારનાં સબ સલામતનાં દાવા ખોટા પુરવાર થતા જણાઈ છે અને ઓક્સિજનનો ઈમરજન્સી સ્ટોક ન રાખતા હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હાલ કોરોનાં કહેર વરસાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સરકારી સહિત તમામ હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે તે વચ્ચે મોરબી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનાં બાટલાને લઈને હોબાળો મચી ગયો હતો. અનેક દર્દીઓ ઓક્સિજન પર છે ત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ પાસે માત્ર 6 બાટલા જ ઓક્સિજનના હોય આ 6 સિલિન્ડર માત્ર 20 મિનિટ સુધી જ ચાલે તેમ હોવાથી દર્દીઓના સગાઓએ સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલ માટે ઓક્સિજન સિલીન્ડર લઈને આવતુ વાહન હરબટીયાળી નજીક પલ્ટી મારી જતા હોસ્પિટલ ખાતે માત્ર થોડો સમય ચાલે તેટલો જ ઓક્સિજનનો પુરવઠો બચ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે ત્યારે દર્દીઓની સ્થિતિ કફોડી બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!