મોરબી જિલ્લામાં છેલા 24 કલાકના સમયગાળા દરમિયાન અપમૃત્યુનો એક કેસ પોલીસ ચોપડે નોંધાયો છે જેમા વાંકાનેરના માટેલ ખાતે આવેલ રેડસન કંપનીમાં રહેતા સમયસીંગ સુખચંદ બંજારા નામના 40 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર કંટાળી જઈ લેબર ક્વાટરમા ગળાફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.