બે માસ પૂર્વે ગ્રામ પંચાયતની મિટિંગમાં મહિલા સરપંચ અને સભ્ય હાજર ન રહેતા ટકોર કરતા મારામારી કરી જાતી પ્રત્યે હડધૂત કર્યા હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ
મોરબી : મોરબીના રવાપર ગામમાં ગત 16/10/2020 ના રોજ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. આ બેઠકમાં તત્કાલીન મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારા, મહિલા સભ્ય ભારતીબેન જારીયાએ હાજર રહેવાને બદલે રમાબેનના પતિ સંજયભાઈ ધરમશી અધારા અને ભીખાભાઇ જારીયાએ બેઠકમાં હાજરી આપી હતી જ ફરિયાદી વિનોદભાઈ દેવજીભાઈ ચાવડાએ તલાટી મંત્રીને જણાવ્યુ કે આ બન્ને શખ્સ ચૂંટાયેલ પ્રતિનિધિ નથી. જે પ્રતિનિધિ છે તેને હાજર રાખો તેમ કહેતા તલાટીમંત્રી, મહિલા સરપંચના પતિ અને સભ્યોએ ગાળાગાળી કરી વિનોદભાઇ ચાવડાનો કાંઠલો પકડ્યો હતો. અને ગ્રામ પંચાયત ઓફિસમાંથી ધક્કો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેમાં તલાટી કમ મંત્રી ડી સી જીલરીયા એ પણ આને અહીંયા આવા જ ન દેવા કહી મારા મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જે મામલે ભોગ બનનારે એ ડિવિઝન પીએસઆઇ વી કે ગોંડલિયા એ ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી એકટ અને માર મારી જાનથી મારી નાખવાની ધમકીની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ એસ.સી.એસ.ટી. ડીવાયએસપી આઈ. એમ. પઠાણ હાથ ધરી છે.