Friday, December 27, 2024
HomeGujaratલજાઇ ગામે “તું અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી ચાર...

લજાઇ ગામે “તું અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી ચાર શખ્સોનો માતા-પુત્ર પર હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ મગનભાઇ વામજા (ઉ.વ.૪૭, ધંધો-નિવૃત, રહે.લજાઇ ગામ, બસ સ્ટેશન પાસે, તા.ટંકારા)એ આરોપીઓ કેતન વામજા, વિશાલ દિનેશ દેત્રોજા, મુકેશ વાધજી, શંભુ મહિપતભાઇ વામજા (રહે.બધા લજાઇ, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં લજાઈ ગામ બસ સ્ટેશન પાસે ફરીયાદીના રહેણાક મકાન પાસે આરોપીઓએ ફરીયાદીને “તું અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” તેમ કહી ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના માતાને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!