મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં કોળી શખ્સે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા યુવાને ડરના માર્યો શરીરે કેરોસીન છાંટીને સળગી જવાનો પ્રયાસ કરી લીધો હતો.જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના મહેન્દ્રનગર ઉગમણા ઝાપા પાસે સીતળા માતા વિસ્તારમાં રહેતા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયા (ઉ.વ.૪૦)સાથે તે જ વિસ્તારમાં રહેતા રાજાભાઇ રાયમલભાઇ કોળીએ સામેં જોવા બાબતે બોલાચાલી અને બેફામ ગાળો ભાંડી હતી. ત્યારબાદ ગુસ્સો ચરમસીમાએ પહોંચતા પાઇપ વડે યુવાનને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.આ ડખ્ખાથી ડઘાઈ ગયેલા સંજયભાઇને ડર લાગતા પોતાની જાતે કેરોસીન છાંટી જાત જલાવવાનો પ્રયાસ કરી લીધો હતો.જને પગલે તેઓ શરિરે દાઝી ગયા હતા.આ અંગે જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા સંજયભાઇએ નિવેદન આપતા પોલીસે આરોપી રાજાભાઇ રાયમલભાઇ કોળી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.









