મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતેથી આજે કોઈને કહ્યા વગર નીકળી ગયેલી ત્રણ સગીરામાથી બે સગીરાને મોરબી બી ડીવીઝન પોલીસે જબરી જહેમત આદરી શોધી કાઢી હતી જ્યારે હજુ એક ગુમ થયેલી સગીરાની શોધખોળ ચાલુ છે.
મોરબી જીલ્લામાં અપહરણના કેસમાં ભોગ બનનાર મોરબી તાલુકાની અને ટંકારાની એક સહિત ત્રણ અપરણિત સગીરાને પોલીસે શોધી કાઢ્યા બાદ શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે રાખવામાં આવી હતી. જે ત્રણેય સગીરા આજે સવારના સમય દરમિયાન કોઈ ને કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયેલી સગીરાઓને શોધવા સંસ્થાના સંચાલક દ્વારા શોધખોળ આદરી હતી. પરંતુ તેની કોઈ ભાળ ન મળતા અંતે સંચાલકો દ્વારા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. ત્યારબાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વિરલભાઈ પટેલ અને પીએસઆઈ લાખુબેન સહિતના સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં જ બે સગીરાને તેમના ઘરેથી શોધી કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ એક સગીરા ગુમ હોઈ જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.