મોરબી તાલુકા પોલીસે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સ સામે કડક કાર્યવાહી કરતા પાસા હેઠળ અટકાયત કરી તેને ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં દારૂ સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેજશભાઈ મનુભાઈ વહેરા સામે અગાઉથી વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. તેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તેની સામે પાસા હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા તેજશભાઈ વહેરા વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના ગેરકાયદે ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે.






