વિધાનસભાની ચૂંટણી ને હવે બહુ છેટું નથી ત્યારે પક્ષ પલટો કરવો અથવા ઘર વાપસી કરવાના સમાચારો મળવા સહજ વાત છે જેમાં મોરબી ભાજપના અગ્રણીએ કોંગ્રેસ ભણી ડગ માંડ્યા છે.
જેમાં મોરબીમાં અગાઉ કોંગ્રેસમાં રહેલા અને મોરબી જિલ્લા પંચાયત જ્યારે કોંગ્રેસ ના કબ્જામાં હતી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂકેલા કિશોરભાઈ ચીખલીયા એ વર્ષ ૨૦૨૦માં જિલ્લા પંચાયત ના પ્રમુખ પદેથી રાજીનામું આપીને ભાજપ નો ભગવો ધારણ કર્યો હતો જોકે કિશોરભાઇ ચીખલીયાને કોંગ્રેસમાંથી ટીકીટ લેવી હતી પરંતુ તે સમયે કોંગ્રેસ દ્વારા જયંતિભાઈ પટેલ ને ટીકીટ આપવામાં આવતા તેઓ કોંગ્રેસથી નારાજ તો હતા જ અને સુત્રોનું માનીએ તો ભાજપ દ્વારા તે સમયે મહત્વપૂર્ણ હોદ્દો આપવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ બે વર્ષ બાદ પણ હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું ન હતું જેથી કિશોરભાઈ ચીખલીયા આવતીકાલે ફરીથી શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસમાં જોડાશે.ત્યારે અગાઉ ધારાસભ્ય પદ માટે પસંદગી ન થતા નારાજ થયેલા કિશોરભાઈ કોંગ્રેસ માં પરત ફરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા મોરબી માળીયા સીટ માટે ઉમેદવાર તરીકે કિશોરભાઈ ની પસંદગી કરવામાં આવશે કે કેમ એ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.