Saturday, May 4, 2024
HomeGujaratવાપીના કરવડ ગામે ધાડપાડું ટોળકી ત્રાટકે તે પહેલા જ ડુંગરા પોલીસે ધાડપાડુઓને...

વાપીના કરવડ ગામે ધાડપાડું ટોળકી ત્રાટકે તે પહેલા જ ડુંગરા પોલીસે ધાડપાડુઓને દબોચી લીધા

વલસાડ જીલ્લાના વાપી તાલુકાના કરવડ ગામના સરપંચ દેવેન્દ્રભાઇ લલ્લુભાઇ પટેલના ઘરે ધાડપાડુ ટોળકી લુંટ કરવાના ઇરાદે ત્રાટકેલી જે બાબતની જાણ ફરીયાદીને થતા ફરીયાદીએ ગત તા. ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રેના બે વાગ્યાએ ડુંગરા ગામ લોકોને તેમજ ડુંગરા પોલીસને જાણ કરતા ડુંગરા પોલીસની ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવડ ગામે ખાતે ગામ લોકોની મદદથી ફરિયાદીના ઘરે કોર્ડન કરી પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ જીલ્લાના વાપી તાલુકાના કરવડ ગામના સરપંચ દેવેન્દ્રભાઇ લલ્લુભાઇ પટેલના ઘરે ધાડપાડુ ટોળકી લુંટ કરવાના ઇરાદે ત્રાટકેલી જે બાબતની જાણ થઈ જતાં ડુંગરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ડુંગરા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરવડ ગામે પહોચી હતી. ગામ લોકોની મદદથી ફરીયાદીના ઘરને પોલીસની ટીમોએ કોર્ડન કરી સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને પકડી પાડેલ અને આ કાર્યવાહી દરમ્યાન ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પણ થવા પામી હતી. પકડી પાડવામાં આવેલ આરોપીઓમાં રણીયાભાઈ બીજીયાભાઈ મિનામાં રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ, મેધુ વિરસિંહ મિનામાં રહે. ગામ.મોટી ખરજ તા.જી.દાહોદ, પરેશ ગુમા સંગાડા રહે. ગામ. ઇટાવા તા.જી.દાહોદ, સુનિલ મેઘુભાઈ મિનામાં રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ અને દિલીપ માનુભાઇ પારગી રહે. બાલવાસા તા.થાદલા જી.જામ્બુવા એમ.પી. વાળાને કોર્ડન કરી પકડી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તેમજ બનાવ સ્થળ પરથી ફરાર અન્ય એક આરોપી હરમલ બચુભાઈ ગણાવ, રહે: નેલસુર દાહોદને પણ ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે. આ પકડાયેલ તમામ આરોપીઓ દાહોદની કુખ્યાત ધાડપાડુ ટોળકીના સભ્યો છે તેમજ તેમના વિરુદ્ધમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે. તેમજ સ્થળ ઉપરથી પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન જણાવાયું હતું કે ફરીયાદીના ઘરમાં સોનુ તથા મોટી માત્રામાં રોકડ રકમ રાખેલ હોવાની ટીપ બાબુ વજીરભાઈ પટેલ રહે. આસમા વલસાડ વાળાએ આપી હતી. આરોપી બાબુ વજીરભાઇ પટેલે આરોપીઓને વલસાડ ખાતે બોલાવી તેની અર્ટીગા કારમાં વલસાડ ખાતેથી બેસાડી કરવડ ગામે ફરીયાદીના ઘરથી થોડે દુર રસ્તા પર ઉતારી કામ પુરુ થયા બાદ ફોન કરી પાછા લેવા આવવાનું કહી જતો અહ્યો હતો. જે આરોપી બાબુ વજીરભાઈ પટેલની ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ મારફતે શોધખોળ કરી પુછપરછ કરતા તેણે તેના મિત્ર પ્રદીપ પ્રેમચંદ રાઠોડ રહે. વાપી જી.વલસાડ તથા કેતનભાઈ કીશોરભાઈ પટેલ રહે. તા.વાપી જી.વલસાડ વાળાને આર્થિક લાભની લાલચ આપી લુંટ તેમજ ધાડ પાડવાના ઈરાદાથી કોઇ મોટીમાત્રામા રોકડ રકમ તેમજ સોનું રાખેલ હોય તેવા મકાનની માહિતિ આપવા જણાવ્યું હતું. જેને લઇને આરોપી બાબુ વજીરભાઇ પટેલ, પ્રદીપ પ્રેમચંદ રાઠોડ તથા કેતનભાઇ કીશોરભાઇ પટેલ નાઓએ ભેગા મળી ફરીયાદીનું રહેણાંક, આજુબાજુની જગ્યાની ડીસેમ્બર તેમજ જાન્યુઆરી મહિનામાં રેકી કરી ગુનાને અંજામ આપવાનું કાવતરું ઘડી ત્રણેય આરોપીઓએ રહેણાક મકાનમાં સોનું તથા મોટી માત્રામાં રોકડ રકમની ટીપ આપી ધાડ પાડવાનું કાવતરું રચ્યું હતું. તા. ૨૧/૪/૨૪ ના રોજ ધાડપાડુ ટોળકી બોલાવી લૂંટ તેમજ ધાડની કોશિશ કરી પોલીસ પર હુમલો કરી ઈજા પહોંચાડતા આરોપીઓને પકડી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં અનેક આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં દિલીપ પારગી ઉપર ૧૬ ગુન્હા, ગુમા સંગાડા ઉપર ૪ ગુન્હા, બાબુ પટેલ ઉપર ૩ ગુન્હા, રણીયા મીનામા, મેધુ મીનામા, સુનીલ મીનામા અને કેતન પટેલ ઉપર એક એક ગુન્હો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!