Monday, December 23, 2024
HomeGujaratમોરબીના આમરણ-ફડસર ગામ વચ્ચે કારચાલકે હડફેટે લેતા સ્કૂટર ચાલક ઇજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

મોરબીના આમરણ-ફડસર ગામ વચ્ચે કારચાલકે હડફેટે લેતા સ્કૂટર ચાલક ઇજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ફડસર ગામે રહેતા રામભાઇ કાનાભાઇ બાળા (ઉ.વ.૫૫) ગઈકાલે તા.૩ ના રોજ પોતાનુ સ્કૂટર પ્લેઝર નં. જીજે-૩૬-સી-૦૩૦૧ વાળુ લઇને પોતાના ગામ ફડસરથી આમરણ જતા હતા ત્યારે આમરણ ફડસર ગામ વચ્ચે મહાદેવના મંદીરથી ત્રણેક ખેતર દુર આરોપી હીરાભાઇ રામભાઇ કુભારવાડીયા (રહે. હાલ વાવડી રોડ, મોરબી) એ પોતાના હવાલા વાળી સફેદ કલરની ક્રેટા ગાડી આમરણ તરફથી ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પ્લેઝર સ્કૂટર સાથે સાઇડમાં અથડાવી ફરીયાદીને રોડની સાઇડમાં ખેતરમાં પાડી દઇ શરીરે મુઢ ઇજા કરી કાર લઈને ફરાર થઈ ગયા હતા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!