Sunday, January 26, 2025
HomeGujaratભુજ પાલારા સબ જેલનો આજીવન કેદની સજા પામેલ પાકા કામનો અને વચગાળાના...

ભુજ પાલારા સબ જેલનો આજીવન કેદની સજા પામેલ પાકા કામનો અને વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને પકડી પાડતીપેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગર

સુ.નગર સીટી એ ડીવી. પો.સ્ટે.ના મર્ડરના ગુન્હનો અને ભુજ પાલરા ખાસ જેલનો વચગાળાના જામીન ઉપરથી છેલ્લા ચાર માસથી ફરાર કેદીને સુરત શહેર ખાતેથી દબોચી લેવામા આવ્યો.

- Advertisement -
- Advertisement -

સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીમહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાંવધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓતથા જેલમાંથી પેરોલ/ફર્લો/વચગાળાના જામીન ઉપર છૂટીને રજા ઉપર ગયેલ હોય અને રજા પુરી થયે જેલમાં હાજર થયેલ ના હોય અને ફરાર થયેલ હોય તેવા કેદીઓ ને તાત્કાલીકએકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ.શ્રી જે.એસ.ડેલા સાહેબને સુચના કરેલ હોય જે સુચના આધારે તા.૦૯/૦૫/૨૦૨૧ ના રોજ પો.સબ.ઇન્સ જે.એસ.ડેલા સાહેબ તથા ટીમ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ વોન્ટેડ થયેલ હોય તેવા આરોપીઓ પકડવા સારૂ સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન દરમ્યાન ભૂજ પાલારા ખાસ જેલનો પાકા કામનો કેદી નંબર-૨૯૫૬ યાસીન ઉર્ફે દુધી હારુનભાઇ ઘાંચી ઉ.વ.૩૦ રહે.સુરેન્દ્રનગર, ફાયર બ્રીગેડની સામે, મોરબીપુલ ના ખુણેવાળો નામ-ગુજ. હાઇકોર્ટના કિ.મી.એ.નં.૦૩/૨૦૨૦, કિ.અ.નં.૧૦૨૮/૨૦૧૫ અન્વયે ત.૨૩/૧૨/૨૦૨૦ થી ૧૪ દિવસના વચગાળાના જામીન ઉપર છૂટેલ અને તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર થવાનુ હોય અને હાજર થયેલ ના હોય અને ફરાર થયેલ જ કેદી બાબતે સચોટ બાતમી હકિકત મેળવી મજકુર કેદીને સુરત ખાતેથી શોધી કાઢી મજકુર કેદીનો હાલમાં પ્રવૃતમાન કોરોના વાયરસ અંગેનો ટેસ્ટ મહાત્માં ગાંધી હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતે કરાવી રિપોર્ટ નેગેટીવ આવતા મજકુર કેદીનો કબ્જો ભૂજ પાલારા ખાસ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ શ્રી જે.એસ.ડેલા સાહેબ તથા એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ. ગુલામરસુલ કાસમભાઇ તથા અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અગ્નીનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદી શોધી કાઢવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!