Friday, January 3, 2025
HomeGujaratવઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં દોડતા ટ્રકની અડફેટે બાઈક ચાલક ઘવાયો

વઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં દોડતા ટ્રકની અડફેટે બાઈક ચાલક ઘવાયો

વાંકાનેર મોરબી હાઇવે પર વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની અડફેટે બાઈક ચાલકને ઇજા થતાં વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

વઘાસીયા ટોલનાકા નજીકથી ધીરૂભાઈ લવજીભાઈ સરવારીયા (ઉ.વ.-૪૮ રહે-ગામ-ભેરડા તા.વાંકાનેર જી.મોરબી) પોતાની રજી નં. બાઇક GJ-૦3-DB -7726 લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન રોંગ સાઈડમાં પુર પાટ વેગે આવતા ટ્રક રજી.નં. GJ-૦3-BW -2919 ના ચાલકે બાઇકને ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ધીરૂભાઈને ડાબા પગે તથા ડાબા હાથે બે ફ્રેક્ચરની ઇજા તથા ડાબા હાથે ખંભાના સહિત શરીરના ભાગે ઈજા પહોંચી હતી જેને લઈને ધીરૂભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!