મોરબીનાં રાજકોટ મોરબી બાયપાસ હાઈવે પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક ચાલકે રાહદારી યુવકને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને લઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, નાની બરાર ગામમાં રહેતા અને દ્રાઇવીંગનો ધંધો કરતો અશોકભાઈ પરબતભાઈ ચાવડા નામનો યુવક રાજકોટ મોરબી બાયપાસ હાઈવે વીરાટ પાંવ ભાજી પાસે બ્રીજના છેડે રોડ ઉપર ચાલીને જતો હતો. ત્યારે પાછળથી આવતા .GJ-36-AD-1348 નંબરના બાઈક ચાલક કિરણભાઈ મગનભાઈ રહેશીયા નામના શખ્સે પોતાની બાઈક પુરપાટ ઝડપે ચલાવી રાહદારી યુવકને હડફેટે લેતા તેને જમણા પગના પંજા ઉપર નળાના ભાગે ફેક્ચર આવ્યું હતું. તેમજ તેને શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે બાઈક ચાલક કિરણભાઈ મગનભાઈ રહેશીયા વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.