Friday, June 12, 2026
HomeGujaratમહીકા ગામ નજીક અલ્ટો કારની ટક્કરે બાઇકચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

મહીકા ગામ નજીક અલ્ટો કારની ટક્કરે બાઇકચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

પાછળથી ધડાકાભેર ટક્કર માર્યા બાદ કાર બે કિલોમીટર દૂર મૂકીને નાસી ગયો, મૃતકને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના મહીકા ગામથી આગળ ગારીડા રોડ પર અલ્ટો કારે પાછળથી ટક્કર મારતા બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

વાંકાનેર તાલુકાના કોઠી ગામના રહેવાસી અને ખેડૂત કેશવજીભાઈ ખીમાભાઈ બાંભણિયા ગત તા.૦૯/૦૬ના રોજ પોતાના બાઇક રજી.નં. જીજે-૦૨-ઈ-૮૭૩૫ ઉપર મહીકા ગામથી આગળ ગારીડા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી મારુતિ અલ્ટો કાર રજી.નં. જીજે-૦૯-એજી-૮૦૫૦ના ચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેશવજીભાઈને બંને પગમાં ફ્રેક્ચર તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક વાહન સાથે નાસી ગયો હતો અને બાદમાં કાર આશરે બે કિલોમીટર દૂર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે મૃતકના પુત્ર સિંધાલાલ કેશવજીભાઈ બાંભણીયાની ફરિયાદ ઉપરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!