હળવદમા આવતી પાચ જીલ્લા પંચાયત સીટ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે બરોબરનો જંગ જામ્યોસે ત્યારે ટીકર જીલ્લા પંચાયત સીટ પર પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયાને મેદાને ઉતાર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુટણીમા મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાસે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારની જીત માટે રાતઉજાગરા શરુ કરી દિધાસે ટીકીટ જીલ્લા પંચાયતની સીટ બન્ને પક્ષ માટે પડકારરુપ સાબીત થતી જાયસે ત્યારે ભાજપે આ સીટ જીતી લેવા નામી નેતાઓને ગામડે ગામડે ઉતારી દિધા છે. મોડી રાત સુધી નેતાઓ દ્ધારા ઝંઝાવટી પ્રચાર કરવામા આવી રહ્યો છે. જોકે ટીકર જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભાવનાબેન શૈલેસભાઇ દેથરીયાને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા પાટીદાર સમાજ ના પ્રમુખ જશુભાઈ પટેલ જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ પૂર્વ પ્રમુખ રજનીભાઇ સંઘાણી ન.પાલિકા પ્રમુખ રમેશ પટેલ પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ સતિષભાઈ પટેલ દેવશીભાઈ દલવાડી સંદીપ પટેલ હિતેશ લોરીયા જયેશ પટેલ નયનભાઈ પટેલ ભાઈ રવિ પટેલ સહિતના પ્રચારમા જોડાયા છે.