Sunday, September 20, 2026
HomeGujaratમોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરએ ઉછીના રૂપિયાની ઉઘરાણીની આડમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું:ગુનો...

મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરએ ઉછીના રૂપિયાની ઉઘરાણીની આડમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું:ગુનો નોંધાયો

પાંચ વર્ષ જૂના બનાવમાં પરિણીતાની ફરિયાદ બાદ સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકાસણા વિરુદ્ધ પરિણીતાએ બળાત્કારનો આક્ષેપ કરતાં સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ વર્ષ 2020માં બનેલી ઘટનામાં પૈસાની લેવડદેવડની આડમાં પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર પરિણીતાએ વર્ષ ૨૦૨૦માં તેના પતિની બીમારીના સારવાર ખર્ચ માટે આરોપી શૈલેષ માકાસણાની પત્ની પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.આ નાણાકીય વ્યવહારની ઉઘરાણીની આડમાં શૈલેષ માકાસણાએ પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવા અંગે ગુનો નોંધાયો છે.

આ દરમિયાન પરિણીતા ગર્ભવતી બનતા આરોપીએ બાળકની જવાબદારી ઉઠાવવાનું કહી મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આરોપીએ પરિણીતાને પોતાના ઓમ વિલા બંગલે બોલાવી ફરીથી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ બાળક અંગે કે આ સમગ્ર બાબતે પરિણીતા કોઈને જણાવશે તો તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

બનાવના આશરે પાંચ વર્ષ બાદ આખરે પરિણીતાએ હિંમત કરી પોતાના પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં પરિવારજનોએ પરિણીતાને હિંમત આપતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શૈલેષ માકાસણા વિરુદ્ધ બળાત્કાર સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ માકાસણાના ટંકારા તાલુકામાં આવેમ ઓમ વિલા બંગલા ખાતે કચ્છ ભુજ બોર્ડર રેન્જ ટીમે દરોડો પાડી ગત જુલાઈ માસમાં જુગારધામ ઝડપી પાડ્યું હતું. જોકે, તે સમયે થયેલા પોલીસ દરોડા દરમિયાન શૈલેષ માકાસણા સ્થળ પર હાજર ન હોવાથી તેના પર કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ આ જુગારધામ મીડિયામાં તેનું નામ ઉછળ્યું હતું.ત્યારે આ બનાવને લઈને હાલ ચકચાર મચી છે અને આરોપી ને પકડવા પોલીસની વિવિધ ટીમો પણ કામે લાગી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!