ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં ખેત મજૂરી કરતા ૫૦ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં મુન્નાભાઈની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના લક્ષ્મણભાઈ વેલજીભાઈ માવી ઉવ.૫૦)એ ગત તા.૧૫ સપ્ટેમ્બરના રોજ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બરે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર અર્જુનભાઈ માવીએ આપેલ વિગતોને લઈ ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.






