ટંકારામાં શીતળામાની ધાર પાસે વાડીમાં રહેતી ૩૫ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ટંકારા શીતળામાની ધાર પાસે કોઠારીયા રોડ પર રમણીકભાઈ ગોધાણીની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના મડીબાઈ નવલસિંહ બુંદેડીયા ઉવ.૩૫એ ગત તા.૧૮ સપ્ટેમ્બરના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં મૃતકના પતિ નવલસિંહ બુંદેડીયા પાસેથી પ્રાથમિક વિગતો લઈ ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






