મોરબીમાં કોલેજ દીઠ 50 વિદ્યાર્થી મોકલવાનો હુકમ કરાયો 14 કોલેજોમાંથી વિદ્યાર્થીઓને આટકોટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માં હાજરી આપવા સૂચના અપાય.
આગામી તારીખ 28 મેના રોજ આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ લાખ લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેને પગલે હાલ શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને એકઠા કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હોય તેવું સમયે આવ્યું છે.
જ્યાં મોરબીની વિવિધ 14 કોલેજના અનુક્રમે કોલેજ દીઠ 50 વિદ્યાર્થીઓને આટકોટ ખાતે સવારે 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડો.ગિરીશ ભીમાણીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં એમ.પી.પટેલ બી.એ. એન્ડ સાયન્સ કોલેજ, જે.એ.પટેલ મહિલા કોલેજ, ઓ.આર.ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજ, નવયુગ સાયન્સ કોલેજ,સર્વોપરી સાયન્સ કોલેજ,પારંગત કોલેજ, ઓમ.વી.વી.આઈ.કોલેજ,એલીટ કોલેજ,શતક્ષશીલા બી.એ.કોલેજ, એપેક્ષ બી.એ કોલેજ,ર્વોદય એજયુકેશન સોસાયટી, મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજ,દોશી કોલેજ,ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને જાણ કરવામાં આવી છે કે કોલેજ દીઠ 50 વિદ્યાર્થી લેખે કુલ 700 વિદ્યાર્થીઓ સાથે શાળા-કોલજે હાજર રહેવાનું છે.
નોંધનીય છે કે, હાલ શાળા અને કોલેજમાં વેકેશન ચાલી રહ્યું છે છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડો.ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થીઓનો વિચાર કર્યા વગર તેમને ફરજિયાત પણે ગરમીમાં શેકાવવા મજબુર કર્યા છે.