Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં લગ્ન પ્રસંગમાં ખેલાયો લોહિયાળ જંગ : નજીવી બાબતે ઈસમે યુવકને છરીના...

મોરબીમાં લગ્ન પ્રસંગમાં ખેલાયો લોહિયાળ જંગ : નજીવી બાબતે ઈસમે યુવકને છરીના ઘા માર્યા

મોરબીના વીશીપરા કુલીનગર વિસ્તારમાં લગ્નનો પ્રસંગમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. લગ્ન પ્રસંગમાં બૈરાઓ સાથે રાસ ગરબા રમવાની ઈસમને યુવકે ના પાડતા ઉશ્કેરાયેલ ઈસમે યુવકને છરીનાં ઘા મારતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા કુલીનગર -૧ ખાતે રહેતા રમજાનભાઇ કરીમભાઇ નોતીયારની દિકરીના લગ્ન પ્રસંગ હોય જયા ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી (રહે. મોરબી વીશીપરા કુલીનગર) નામના ઈસમે આવી બૈરાઓ સાથે રાસ ગરબા રમવાની યુવકે ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરી ગાળો આપી પોતાના નેફામાંથી છરી કાઢી જમણા પડખામાં મારતા ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે ગણતરીની કલાકોમાં ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!