ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં પાણી ભરેલા ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતાં ૪૫ વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. જેથી ટંકારા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં નેસડા જવાના કાચા રસ્તે બાર નાળાં પાસે પાણી ભરેલા ખાડામાં ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા ઉવ.૪૫ રહે. નેસડા (સુ) કોઈપણ કારણસર ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસની તપાસમાં મૃતકના ભાઈ અશ્વિનભાઈ રામજીભાઈ કાસુન્દ્રા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.






