ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.કેલેન્ડરમાં જણાવ્યા મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 18 થી 27 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવશે તથા 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવા અંગે નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર થયું છે.
ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ કસોટી 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. જ્યારે બીજી કસોટી 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે.
આ ઉપરાંત ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષાનું 14થી 30 માર્ચ 2022 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે વધુમાં ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11થી 21 એપ્રિલમાં લેવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ 35 દિવસનું ઉનાળું વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેમજ પ્રથમ શૈક્ષણિક સત્ર 118 દિવસનું તો બીજુ સત્ર 130 દિવસનું હશે. ઉલ્લેખનીય છે કે કોરોના કહેરને કારણે કેલેન્ડર જાહેર કારવામાં વિલંબ આવ્યો હોવથી કેલેન્ડર મોડું જાહેર થવા પામ્યું છે.