કેવડાત્રીજ વ્રત
આ ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ ઘરમાંથી પરવારી મહાદેવના મંદિરે જવું. મહાદેવજીના રેતીના શિવલિંગ નુ ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સર્વ વનસ્પતિ, બીલીપત્રો, પુષ્પો અને કેવડો ચડાવવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરી, વારંવાર કેવડો સૂંધી શિવજીનું સ્મરણ કરવું.
કેવડાત્રીજ ની ટૂંકમાં વાર્તા :-
પાર્વતી માતાજી એ એક જંગલમાં ગુફામાં જઈ રેતીનું શિવલિંગ બનાવ્યું. શંકર ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. જંગલમાંથી જાત-જાતની વનસ્પતિઓ, ફૂલો, બીલીપત્રો તથા કેવડો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યો. તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું.
ભગવાન શંકર વ્રતથી પ્રસન્ન થયા અને પાર્વતી માતાજી ને વરદાન માગવા કહ્યું.
ત્યારે તમે બોલ્યાં : “હે દેવાધિદેવ! હે નીલકંઠ! જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમેરોમથી રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો.”
મેં તમારી વાત સ્વીકારી લીધી, તમારી સાથે લગ્ન કર્યાં.
હે દેવી! મને બીલીપત્રો જ પસંદ છે. જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે. મને કેવડો ચડતો નથી, છતાં આપે હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો. જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે; તેના સર્વ મનોરથો હું પૂરા કરું છું. આ વ્રતને કેવડાત્રીજ કે હરિતાલિકા વ્રત પણ કહે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
હે ભોળાનાથ! તમારા કેવડાત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યાં, તેવા આ વ્રત કરનાર સૌને ફળજો.






