વાંકાનેર તાલુકાનાં ઢુંવા ચોકડી નજીક ગઈકાલ મોડી સાંજે એક મૃતદેહ મળી આવ્યો હતો જો કે આ મૃતદેહ ની ઓળખ કરતાં ભીખુભાઈ જોરુભાઈ માંથાસુરિયા (ઉં.વ.25) વાંકાનેર વાળા નો હોવાનું માલુમ પડ્યું હતું જેને લઈને મૃતદેહ ને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી બાજુ વાંકાનેર તાલુકાનાં મેસરિયા નજીક પણ એક મૃતદેહ મળ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આ મૃતદેહ પરપ્રાંતીયનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. બનાવ મામલે હાલ વાંકાનેર તાલુકા ઇન્ચાર્જ પીએસઆઇ બી. ડી. જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને હત્યાની આશંકાને લઈ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.