Friday, May 17, 2024
HomeGujaratટંકારા ખડકીનાકા પાસેથી ગુમ થયેલ આઠ વર્ષના બાળકનો ડેમી નદીમાંથી મૃતદેહ મળ્યો

ટંકારા ખડકીનાકા પાસેથી ગુમ થયેલ આઠ વર્ષના બાળકનો ડેમી નદીમાંથી મૃતદેહ મળ્યો

ટંકારાના ધેટીયા વાસમાં કડિયા કામ કરતા શ્રમિક પરિવારનો દીકરો કુદરતી હાજતે ગયો હતો અને પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા શહેરના ધેટીયા વાસમાં મકાનમાં કડિયાકામ કરતા શ્રમિક પરિવારનો આઠ વર્ષનો ભુરો મેવારામ માહોર રહે હાલ મફતિયાપરા ટંકારા ખાતે સોમવારે કુદરતી હાજતે જવા માટે ખડકી નાકેથી નદીનાં પટમાં ગયો હતો અને કલાકો સુધી પરત ન ફરતા શ્રમિક પરિવારે શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગુમ થયેલ બાળક નદીમાં ડુબી જવાથી મોત થયું હોય તરવૈયાની મદદથી મરણ જનાર બાળકને બહાર કાઢી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!