મોરબી ફાયર બ્રિગેડની ત્રણ દિવસની સતત શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલી કેનાલમાં ત્રણ દિવસ પહેલા એક યુવકનો ડૂબી જવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભારે જહેમત સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન તા.૨૫ એપ્રિલના રોજ ફાયર ટીમને સફળતા મળતા ડૂબેલા યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મુજબ, સંજયભાઈ વિનુભાઈ જસમુરિયા ઉવ.૩૫ રહે. નવલખી ફાટક પાસે પરશુરામ મંદિર મોરબી વાળા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી જરૂરી કાર્યવાહી માટે મૃતદેહ પોલીસને સોંપ્યો હતો. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





