Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં બોગસ રેમડેસીવીર મામલો : પકડાયેલા આરોપીઓ પૈકી બે ના કોરોમાં રિપોર્ટ...

મોરબીમાં બોગસ રેમડેસીવીર મામલો : પકડાયેલા આરોપીઓ પૈકી બે ના કોરોમાં રિપોર્ટ પોઝિટિવ

એસઓજી ટીમની તપાસમાં બોગસ રેમડેસીવીરનો તાર મહેસાણાના કડી સુધી પહોંચ્યો : મેડિકલ ધારકની અટકાયત કરી પૂછપરછ શરૂ

- Advertisement -
- Advertisement -

[avatar user=”morbi_mirror” /]

મોરબી પોલીસે રાજ્ય વ્યાપી નકલી રેમડેસીવીરનું કૌભાંડ પકડી પાડ્યું છે જેમાં એક પછી એક એમ કુલ 13 આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી છે તો બીજી બાજુ નકલી રેમડેસીવીરનો મોટો જથ્થો અને રોકડ સુરત ના ઓલપાડ નજીકના ફાર્મહાઉસમાંથી પકડી પાડ્યા છે પોલીસની તપાસમાં આ ફાર્મ હાઉસ ચાર દિવસ પૂર્વે જ ભાડે લેવામાં આવ્યું હતું અને આ નકલી રેમડેસીવીર બનાવવાના કૌભાંડની શરૂઆત કરવામા આવી હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે મોરબી થી શરૂ થયેલા કૌભાંડના તાર અમદાવાદ સુરત ઓલપાડ બહુ હવે મહેસાણા ના કડી સુધી નીકળ્યા છે જેમાં મહેસાણાના કડી માં મેડિકલ ધારક પાસે પણ આ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન હોવાનું ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં આગામી દિવસોમાં આરોપીઓની સંખ્યા વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી..

પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સહિત બે કોરોના પોઝિટિવ આવ્યા.

મોરબી પોલીસે રાજ્યના સૌથી મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં મોરબીના મુખ્ય આરોપી અને અનેક લોકોના જીવ સાથે ચેડાં કરતા આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં વિધિવત કોરોના ટેસ્ટ જરૂરી કરવામાં આવ્યો છે જેથી તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પૈકી મોરબીથી પકડાયેલો અને આ કૌભાંડનો મુખ્ય આરોપી રાહુલ અશ્વિન કોટેચા અને મહંમદ આશીમ ઉર્ફે મહમદ આસીફ કાદરી બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેથી આ બે ને છોડી તમામની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે.

 

આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવશે :મોરબી એસપી

 

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓની ઝીણામાં ઝીણી તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આરોપીઓ અન્ય ક્યાં ક્યાં ગુનાઓમાં સંડોવણી ધરાવે છે અને અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ ? જો આરોપીઓ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાની વાત ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે જ લોકો ના જીવ સાથે ચેડાં કરવા બદલ પણ કડકમાં કડક સજા થાય તેવા પોલીસ દ્વારા સઘન તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ આરોપીઓ પાસેથી કોઈએ રેમડેસીવીર ખરીદ્યા હોય અને કોઈના સ્વજનોને નુકસાન થયું હોય કે મૃત્યુ પામ્યાં હોય તો મોરબી પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!