બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના
આંગડીયા પેઢીના ૨૮,૦૦,૦૦૦ ની લુંટનો બનાવ પ્રકાસમાં આવતા સનસનાટી મચી ગઇ હતી આ પ્રકરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમેં કાબીલેદાદ કામગીરી કરી લૂંટમાં સંડોવાયેલ નવ આરોપીઓને લુંટના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઉઠાવી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ જીલ્લાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને હર્ષદજી ઉમેશજી રાજપુતને ગત તા. ૧૬ના રોજ ઢસા મુકામેથી ગારીયાધર તરફ બાઈક મારફતે પાર્સલ લઈ ડીલીવરી માટે જતા હતા આ દરમિયાન કડી મુકામે થોળ હાઇવે ઉપર પાણીની ટાંકી પાસે લુંટના બનાવને અંજામ આપવા કાવતરૂ ધડવામાં આવ્યું હતું જેમાં હ્યુડાઇ કંપનીની એસેન્ટ ફોર વ્હીલ કારમાં અજણાયા ચાર શખ્સોએ બાઇકને ટક્કર મારી પાડી દીધા હતા અને આંગડીયા પેઢીના રફ હીરાના પાર્સલ ૪૫ જેની કિ.રૂ. ૧૧,૦૩,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧૬,૭૯,૩૮૫ અને તથા સોનાનુ પાર્સલ -૧ કિ.રૂ. ૨૪,૭૯૦ના સહિત કુલ કિ.રૂ. ૨૮,૧૧,૧૭૫ના લૂંટને અંજામ આપી નાશી છૂટ્યા હતા.
જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવી દોડતું થયું હતું. અને સીસીટીવી મારફતે કારની તાપસ હાથ ધરતા હીરાના બે પાર્સલ મળેલ અને આ ગાડી બોટાદમાંથી પસાર થયેલ હોવાનો અંદાજ લગાવ્યા બાદ નેત્રમ પ્રોજેક્ટ થકી ગાડીના મુળ માલિકની તપાસ દરમ્યાન આ ગાડીનો છેલ્લે કબ્જો સરફરાજમીયા ફતુમીયા પઠાણ (રહે કડી) પાસે હોવાનું જણાયું હતું.આમ ટેકનીકલ સર્વેલન્સ આધારે આ વારદાતને અંજામ આપનાર આરોપી મોહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ ઉવ ૫૦ રહે ઢસા શંકરપરા સામા કોઠે તા ગઢડા જી.બોટાદ (ટીપ આપનાર તથા વોચમાં રહેનાર), સલીમભાઇ જજીવાભાઇ સીપાઇ ઉ.વ.૩૮ રહે. કંજરીગામ રાજનશા પીરની દરગાહ પાસે ના કડી, અરવિંદ ઉર્ફે ગડી દેવજી ઠાકોર રહે . અગોલા ગામ, આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમભાઇ સૈયદ, ભરતજી કાનાજી ઠાકોર ઉ.વ ૨૮ નોંઘણજ ગામ ઠાકોર વાસ તા.જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર) સોહીલભાઇ મુસ્તાકભાઇ શેખ રહે, કડી, શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક (ગાડી માં સાથે રહેનાર) તથા ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીકા રહે. કડી ગામ (બનાવ સમયે વોચમાં રહેનાર) સફરાજનીયા ઉર્ફે ટોપે ટોપ તુમીયા પઠાણ મુગલ તા.કડી જી મહેસાણા (વોચમાં રહેનાર)ને
મહેસાણા એસ.ઓ.જી. ટીમના સહકારથી હસ્તગત કરી લુંટમાં ગયેલ હીરાના પાર્સલ નંગ -૩૧ તથા રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦ હસ્તગત કરાયા હતા.
કઇ રીતે વારદાતને અંજામ આપ્યો’તો
લૂંટને અંજામ આપવા માટે ઢસા ગામે શંકરપરા વિસ્તારમાં સામાકાઠે રહેતા મહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ કે જે આંગડીયા પેઢીના માણસો આંગડીયાનો હીરા , રોડ , સોના વિ . પાર્સલો લઇને ક્યારે આવે છે તેમજ જાય તેનાથી માહિતગાર હોય જેથી તેમણે આ લુટ માટે તેમના જાણીતા અને સંપર્ક વાળા ટ્રક ડ્રાઇવર કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ સીપાઇનો સંપર્ક કરેલ અને મોહબતભાઇએ આ સલીમભાઇ આજથી દોઢેક મહિના પહેલા ઢસા મુકામે રૂબરૂ મળતા તેમને લુંટ ચલાવવા બાબતે વાતચીત કરેલ હતી.
રેકી કરનારની માહિતી ઢસા શંકરપરા વિસ્તારમાં રહેતા મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડ તથા કડી તાલુકાના કેજરી ગામના સલીમભાઇ જીવાભાઇ તથા તેમની સાથે આવેલ અરવિંદજી દેવુજી ઠાકોર રહે . અગોલ તા.કડી વાળા આ બનાવ બનેલ તેના અઠવાડીયા પહેલા ઢસા મુકામે મળેલ અને આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર માણસ ક્યાં રસ્તે જાય છે તે અંગે રેકી કરેલ હતી જે રેકીની માહિતી આધારે ગુન્હાને અંજામ આપવા માટે સલીમભાઇએ એસેન્ટ ગાડી વાળા સરફરાજમીયા ફતુમીયા પઠાણ રહે . કડી વાળાનો સંપર્ક કરેલ અને આ સરફરાજીયાએ શાહરૂખ મહમદમીયા મલેક રહે કડી તથા સોહીલ મુસ્તાક શેખ રહે કડી તથા ભરતજી કાનાજી ઠાકોર રહે . નોઘેજણ તથા આમીનઅલી ઇબ્રાહિમભાઇ સૈયદ રહે.ભટાસણ વાળા ભેગા થયેલ અને સલીમભાઇ તથા અરવિંદજી દેવુજી ઠાકોર તથા ઝાકીરભાઇ સુલતાનભાઇ ખલીફા રહે . કડી વાળા કડી મુકામે થોળ હાઇવે ઉપર પાણીની ટાંકી પાસે ભેગા મળી ઢસા ગામના મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડના કહેવા મુજબ આ લુંટના બનાવને અંજામ આપવા કાવતરૂ ધડવામાં આવ્યું હતું. લૂંટના આ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ આગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.