1 ડિસેમ્બર 2019 થી અમલમાં આવેલ આ કાયદા ને પોલીસ નું ‘બ્રહ્માસ્ત્ર’કહી શકાય અને ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ (ગુજસીટોક) નામે ઓળખાતા આ કાયદા હેઠળ ખૂન,આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારાભંગ,લૂંટ,ચોરી,રાયોટિંગ,છેડતી, ધમકી,જીવલેણ હુમલા, ખંડણી,જમીન પચાવી પાડવી,સોપારી આપવી,આર્થિક ગુના, સંગઠિત રૂંપે મોટા પ્રમાણમાં લોકોને છેતરવાનો હેતુ, ગંભીર પરિણામો વાળા સાયબર ગુના, જુગારના કૌભાંડ,વેશ્યાવૃત્તિ, માનવ તસ્કરી કૌભાંડ સહિતની પ્રવૃત્તિઓમાં કાર્યવાહી થાય છે. જેમાં છેલ્લા ૧૦ વર્ષની મુદતની અંદર એક કરતાં વધુ કેસ કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યા હોય,જેની કોર્ટે ન્યાયિક નોંધ લીધી હોય,સિન્ડિકેટ કે સંયુક્ત રીતે મંડળી બનાવીને વારંવાર કર્યા હોય.ત્યારે ‘ગુજસીટોક’ કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.
– આ કાયદા હેઠળ પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ (મોટાભાગના કિસ્સામાં) કે મૃત્યુ દંડ અને રૂપિયા.પાંચ લાખથી ઓછો દંડ નહીં.ની જોગવાઈ કરાઈ છે.